॥ वसुधैव कुटुम्बकम् ॥One earth. One family.
PujaOnlineDEVOTION WITHOUT BORDERSFind a practitioner

Aarti Sangrah Gujarati

जय सद्गुरु स्वामी

Jay Sadguru Swami

मुक्तानंद स्वामी की गुजराती आरती, जो सहजानंद स्वामी को समर्पित है।

Muktanand Swami’s Gujarati aarti addressed to Sahajanand Swami.

गुजरातीलगभग 1 मिनटSwaminarayan

मूल पाठ Prayer text

જય સદ્‌ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્‌ગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી.. જય૦ ॥૧॥

ચરણસરોજ તમારા, વંદુ કરજોડી (૨) ચરણે શિશ ધર્યાથી (૨) દુઃખ નાખ્યા તોડી.. જય૦ ॥૨॥

નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી (૨) પામર પતિત ઉદ્ધાર્યા (૨) અગણિત નરનારી.. જય૦ ॥૩॥

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (૨) અડસઠ તીરથ ચરણે (૨) કોટિ ગયા કાશી.. જય૦ ॥૪॥

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨) કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે.. જય૦ ॥૫॥

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી (૨) મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સિધી.. જય૦ ॥૬॥

स्रोत और संस्करण Sources & edition

Six Gujarati couplets from the Gurukul reading, including its sung repeat marks.

Muktanand Swami. BAPS records its composition on 5 November 1802.

Original historical hymn in the public domain. This edition reproduces only the original-language words.